પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Sunday, 28 May 2017

ખાતરની ખરીદીમાં તા.01 જૂનથી ખેડૂતો માટે આધારકાર્ડ ફરજીયાત – સહકારી મંડળીઓ, સંઘો કે અન્ય વિક્રેતાઓ PoS મશીન મારફતે જ ખાતરનું વેચાણ કરી શકશે.

ખાતરની ખરીદીમાં તા.01 જૂનથી ખેડૂતો માટે આધારકાર્ડ ફરજીયાત – સહકારી મંડળીઓ, સંઘો કે અન્ય વિક્રેતાઓ PoS મશીન મારફતે જ ખાતરનું વેચાણ કરી શકશે – ખેડૂતે સબસીડી બાદ કરેલી રકમ જ ચુકવાની રહેશે તેમજ રોકડેથી કે કાર્ડ દ્વારા ચુકવણી થઇ શકશે – ખાતરના ખરીદ-વેચાણનો દરેક વ્યવહાર ઓનલાઇન રજીસ્ટ્રર થશે – આધારકાર્ડ ધરાવતા ખેડૂતને PoS મશીન મારફતે વેચાણ કરવામાં આવ્યુ હશે એની જ સબસીડી સીધી ખાતર બનાવતી કંપનીના ખાતામાં જમા થશે .

ખેતીની વધુ માહિતી અને કૃષિ બજારભાવના લાઇવ અપડેટ માટે આપના મોબાઇલમાં ડાઉનલોડ કરો એગ્રીસાયન્સ કૃષિ માહિતી એપ્લિકેશન. https://play.google.com/store/apps/details?id=com.agriscienceapp&hl=en

Saturday, 20 May 2017

નકસલવાદ vs રાજકારણની રમતનાં લાચાર પ્યાદાં બની ગયેલા CRPFના યોદ્ધાઓ...ખરેખર દેશના દરેક લોકોએ જાણવા જેવી અને ગંભીર બાબત

ગયે મહિને છત્તીસગઢ રાજ્યના સુકમા ખાતે નક્સલવાદીઓએ અર્ધલશ્કરી દળની Central Reserve Police Force/ CRPF ટુકડી પર જાનલેવા હુમલો કરી ૨૫ જવાનોને ક્રૂર રીતે વીંધી નાખ્યા એ સમાચાર (હુમલામાં શહીદ થયેલા જવાનો ભેગા) હવે તો ભુલાઇ ગયા હશે. પરંતુ અહીં તે કરુણ ઘટનાના સંદર્ભે નક્સલવાદને ફોકસમાં લાવીને કેટલીક અજાણી હકીકતો જાણવા જેવી છે.
નક્સલવાદનો ઉદ્ભવ આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના ગામે થયો--અને તે માટે નિમિત્ત બનેલું કારણ ત્યાંના જમીનદારો દ્વારા ખેતમજૂરોનું અમાનુષી શોષણ હતું. ખેતરોમાં કાળી મજૂરી કરનાર ગરીબ, અબુધ લોકોને સાવ મામૂલી રકમ આપનાર પૈસાપાત્ર જમીનદારોની જોહુકમી સામે કેટલાક સામ્યવાદી આગેવાનો મેદાને પડ્યા. ખેતમજૂરોને થતા ઘોર અન્યાય સામે પહેલાં તેમણે અવાજ ઊઠાવ્યો અને પછી (સામ્યવાદી ચીને વાયા નેપાળ નક્સલબારી મોકલાવેલાં) શસ્ત્રો ઊઠાવ્યાં. રીતસરનો લોહિયાળ જંગ શરૂ કર્યો, જેમાં પહેલો ભોગ જમીનદારો બન્યા અને ત્યાર પછી ભ્રષ્ટ પુલિસ અધિકારીઓનો તેમજ રાજકારણીઓનો વારો આવ્યો. પૈસાની લાલચે જમીનદારોની તેમજ રાજકારણીઓની તરફેણમાં અને શ્રમિકવર્ગની વિરુદ્ધમાં કાનૂની ચૂકાદો આપનાર ન્યાયાધીશોને ઠાર મરાયા. બ્લેક માર્કેટિંગ કરતા વેપારીઓ, લાંચરુશવત વડે તગડા સરકારી કોન્ટ્રાક્ટ મેળવતા ઠેકેદારો, ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક પાણીના ભાવે આંચકી ત્યાં ઔદ્યોગિક એકમો સ્થાપનાર ઉદ્યોગપતિઓ વગેરેને પણ નક્સલવાદીઓએ મોતભેગા કરી દીધા.
નક્સલગ્રસ્ત વિસ્તારમાં તૈનાત CRPFના પ્રત્યેક સૈનિકના માથે મોતની તલવાર સતત તોળાયા કરે છે 
ક્રાંતિની આગના ભડકા વર્ષોવર્ષ વધતા રહ્યા અને છેવટે દાવાનળનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આજે તે દાવાનળ ભારતનાં ૧૦ રાજ્યોને ઘેરી વળ્યો છે, જ્યાંના નક્સલગ્રસ્ત જિલ્લાઓમાં સશસ્ત્ર  નક્સલવાદીઓનું રાજ ચાલે છે. જોરજુલમ અને ધાકધમકી વડે નક્સલવાદીઓ લખલૂંટ નાણાં મેળવે છે. જેમ કે નક્સલ પ્રદેશમાંથી હંકારતા માલવાહક ખટારાએ પ્રત્યેક નાકે ₹૫૦ ચૂકવવા પડે છે. પેસેન્જર બસ ચલાવતી કંપનીઓ પાસેથી માસિક ₹૧૦,૦૦૦નો નાકાવેરો લેવામાં આવે છે. બાંધી રકમના હપતા મેળવીને પણ નક્સલવાદીઓ તેમની તિજોરી ભરે છે. ઉદાહરણ તરીકે નક્સલશાસિત પ્રદેશમાં અફીણની (લાઇસન્સ મેળવીને) અધિકૃત ખેતી કરનારે ₹૧ કરોડનો હપતો આપવાનો રહે છે. આમાં રકઝકને અવકાશ જ નથી, કેમ કે એમ કરવા જતાં તેણે જાન ગુમાવવો પડે છે. ઝારખંડમાં કોલસાની તેમજ ખનિજોની ખાણોનો સુમાર નથી. અહીં ખાણકામ કરતી કંપનીઓ પાસે નક્સલવાદીઓ ₹૮ લાખનો માસિક હપતો વસૂલે છે. હપતો સમયસર ન મળે તો હથિયારબંધ નક્સલીઓ કોઇ પણ હદે જાય છે. જેમ કે કેટલાંક વર્ષ પહેલાં બોક્સાઇટનું ખાણકામ કરતી એક કંપનીએ હપતાની રકમ ન આપી ત્યારે તેનાં કુલ ૨૦ ખટારાને અધરસ્તે રોકી આગ ચાંપી દેવામાં આવી. ખંડણી, હપતા, કમિશન વગેરે થકી નક્સલવાદીઓને મળતી આવકનો વાર્ષિક આંકડો ₹૨૦૦૦ કરોડથી ઓછો નથી.
જુઓ કે પચાસ વર્ષ પહેલાં પીડિત ખેતમજૂરોને ન્યાય અપાવવાના આશયે નક્સલબારી ગામે શરૂ થયેલી ક્રાંતિ આજે કેવા વિપરિત ફાંટે વળી છે. ગરીબોના તથા શોષિતોના ‘લાભાર્થે’ ચાલતી એ લોહિયાળ ક્રાંતિના પ્રતાપે આજે ભારતનો ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ એવો છે કે જ્યાં સરકારી તંત્રનું કશું ચાલતું નથી અથવા તો નક્સલોનાં ધારાધોરણો સ્વીકાર્યા વગર તંત્ર ચલાવી શકાતું નથી. આ કથિત ક્રાંતિની સૌથી માઠી અસર આપણા અર્ધલશ્કરી દળના સૈનિકોએ ભોગવવાની થઇ છે, જેમના માથે સરકારે નક્સલોને દાબમાં રાખવાનો કાર્યભાર નાખી દીધો છે. આ સૈનિકોને નક્સલો પોતાના કટ્ટર શત્રુ ગણે છે, એટલે ‘દેખો ત્યાં મારો’ના ધોરણે તેમને ખતમ કરી દે છે. આવી બર્બરતાનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લાં ૧૮ વર્ષમાં આપણા અર્ધલશ્કરી દળના ૨,૭૦૦ જેટલા સૈનિકો નક્સલવાદીઓના હાથે માર્યા ગયા છે. આમાંના ઘણાખરા સૈનિકો તો અરેરાટીજનક મોતને ભેટ્યા છે. જેમ કે ગયે મહિને આપણા ૨૫ સૈનિકોનો ભોગ લેનાર નક્સલવાદીઓએ અમુક સૈનિકોનાં મોઢાં રાઇફલના કૂંદા મારી મારીને વિકૃત કરી દીધાં. કેટલાકનું ગળું તીક્ષ્ણ છરી વડે કાપી નાખ્યું. સૈનિકોનાં અંગોનું વિચ્છેદન કરીને તો જંગાલિયતની હદ વટાવી દીધી.
પચાસ વર્ષ પહેલાં નક્સલબારી ખાતે પહેલી વાર ક્રાંતિની ચિનગારી પ્રગટી એ જ વખતે તત્કાલીન સરકારે ભારત-નેપાળ સરહદે જાપ્તો વધારી ચીની શસ્ત્રોની ઘૂસણખોરી રોકી દીધી હોત અને જમીનદારો પર વિફરેલા નક્સલવાદીઓ જોડે વાટાઘાટો યોજી તેમની ફરિયાદોનું નિરાકરણ લાવી દીધું હોત તો આજે નક્સલવાદે ૧૦ રાજ્યોને સકંજામાં લીધાં ન હોત. આ અવસર આપણા રાજકીય આગેવાનો ચૂકી ગયા અગર તો નક્સલ આંદોલનના તાપણે પોલિટિકલ રોટલા શેકવામાં તેમણે હાથે કરીને તે અવસર જતો કર્યો. આ ભૂલ ગંભીર જ નહિ, અક્ષમ્ય પણ હતી. અફસોસ કે આજે તે ભૂલની સજા આપણા સૈનિકો પોતાનું લોહી રેડીને ચૂકવી રહ્યા છે.
--Safari Science Magazine, Harshal Pushkarna
  

Tuesday, 16 May 2017

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા/રાણીપ અમદાવાદ ખાતે તા:૧૯/૫/૨૦૧૭ ને શુક્રવાર ને સવારે ૧૦:૦૦ વાગે ભરતી મેળા નું આયોજન કરેલ છે. વધુ જાણવા નીચે લીંક ઉપર ક્લિક કરો

આ ભરતી મેળા માં અંદાજીત ૨૭ કંપની ભાગ લેવાની છે. આપની સંસ્થા નાં ભૂતપૂર્વ તાલીમાર્થી ઓ આ ભરતી મેળા નો લાભ લઇ શકે તે માટે આપ શ્રી ને સદર તાલીમાર્થી ઓ ને માહિતગાર કરવા વિનંતી.

શૈક્ષણિક લાયકાત:, આઈ.ટી.આઈ પાસ, ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ

જરૂરી દસ્તાવેજ :
ઓરીજનલ તેમજ એક ફોટો કોપી દરેકની.
Ø  આઇ. ટી. આઇ. ધો.૧૦ / ધો.૧૨ પાસ કર્યાનું પ્રમાણપત્ર.
Ø  પાસપોર્ટ સાઈઝનાં બે ફોટાગ્રાફ
Ø  સરકારી ઓળખપત્ર (ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ / લાઈસન્સ)
Ø  ધો. ૧૦/ ધો. ૧૨ સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર.
Ø  બાયોડેટા વિથ ફોટો.

સમય અને તારીખ :
સવારે ૧૦ વાગ્યે, ૧૯/૦૫/૨૦૧૭
સ્થળ: 
ઔધોગીક તાલીમ સંસ્થા  ગોતા/રાણીપ,
૧ થી ૫ કેશર નગર સોસાયટી
અર્જુન આશ્રમ પાસે વડવાળા ચોક
આદર્શ પ્રાથમિક શાળાના મકાન માં
અર્જુન આશ્રમ પાસે ,વડવાળા ચોક,રાણીપ,અમદાવાદ
ફોન નં- ૦૭૯-૨૪૭૮૪૮૨૮ 

Friday, 12 May 2017

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી શું? - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો



ધોરણ-૧૨ સાયન્સ

ધોરણ-૧૦,૧૨ આર્ટસ/કોમર્સ

  • કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક:  Download pdf




નોધ: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનો લેટેસ્ટ અંક-૨૦૧૭ અહીં મુકવામાં આવશે

Thursday, 11 May 2017

ગુજરાત રોજગાર સમાચાર, ૧૦ મે -૨૦૧૭

૧) આણંદ ખાતે આર્મી લશ્કરી ભરતી મેળો, જુલાઈ-૨૦૧૭
૨) કેરિયર ઓપ્શન- રેડિયોલોજીમા વિશાળ તકો
૩) નેશનલ ફર્ટીલાઈઝર લિમિટેડમા બી.એગ્રી માટે  ભરતી
૪)સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, આર્મીમા બી.એસ.સી,એમ.એસ.સી માટે ભરતી

વધુ જાણવા માટે:  ગુજરાત રોજગાર સમાચાર pdf

ભાવનગર મહાનગરપાલિકા માં ડીપ્લોમાં / બી.ઈ. સિવિલ માટે ભરતી.. વધુ જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો