પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Tuesday, 7 October 2014

પ્રગતિ યુવક મંડળ, કંસારાકુઇના બ્લોગ ઉપર રજિસ્ટ્રેશન કરાવો અને ગામ, યુવક મંડળની પ્રવુત્તિઓ વિશે જાણો

   
મિત્રો,

પ્રગતિ યુવક મંડળ,કંસારાકુઇ દ્વારા ચાલતી પ્રવુત્તિઓ તથા ગામના વિકાસમાં સહભાગી બનો.
નીચે આપે લિન્ક ઉપર રજિસ્ટર કરવા વિનંતી કરીઅે છીએ જેથી કરીને બધી જ માહિતીની આપ -લે થઈ શકે.





  

Monday, 6 October 2014

Welcome Message to All

Today, 6/10/2014 

પ્રગતિ યુવક મંડળ ના બધા જ યુવાનો આજે મહાકાળી માતાજી ના મંદિર માં અલગ અલગ  કાર્યો ની વિચારણા માટે મળશે.
All Members Are Reqested to Presented at Mahakali Mataji Mandir  At 8:30 pm for Discussions about Various Activities.


Pragati Yuvak Mandal 
Kansarakui.

Help Us-1


અક્ષયજ્ઞાન પ્રોગ્રામ



અક્ષયજ્ઞાન પ્રોગ્રામ – પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઇ દ્વારા ચાલવામાં આવતો 

એક એવો પ્રોગ્રામ કે જેના  દ્વારા ગામના દરેક યુવાન ને જરૂરી માર્ગદર્શન ,

પરિક્ષાની તૈયારી, જનરલનોલેજ, નવી જાહેરાતો ની જાણકારી, પોતાની અંદર રહેલી

સોફ્ટ સ્કિલ ના વિકાસ,યોગ્ય સ્ટડી મટિરીયલ, ઇન્ટરવ્યુ ની તૈયારી મળી રહે  એ માટે

દર શનિવારે – મહાકાળી માતાજી ના મંદિરના પટાગણમાં રાત્રે- ૮:૩૦ વાગે યુવાનો

ભેગા મળે છે.

અક્ષયપાત્રમાં જેમ  ગમે તે પ્રકારનું ભોજન મેળવી શકાય છે , તેમ અક્ષયજ્ઞાન 

દ્વ્રારા જરૂરી બધું જ જ્ઞાન મળી રહે છે. એટલે જ પ્રોગ્રામ નું નામ "અક્ષયજ્ઞાન" રાખેલું 

છે. આ પ્રોગ્રામ ની શરૂઆત તારીખ- ૦૮/૦૮/૨૦૧૫ ના દિવસે થઈ હતી.

Achievements -1


સંદેશ -મંત્રી,પ્રગતિ યુવક મંડળ

વ્હાલા મિત્રો અને આદરણીય વડીલો,

આપણે ભેગા મળી આ વિકાસની ગાથાને આગળ વધારવાની છે. વડીલોએ યુવાનો ઉપર વિશ્વાસ રાખી આગળ વધવું પડશે. યુવાનોએ સુધરવું પડશે, આગળ આવવું પડશે, વ્યસનોથી દૂર રહેવું પડશે, તેમણે એમના વિચારો રજૂ કરવા પડશે. અત્યારના સ્પર્ધાત્મક યુગમાં આપણે એક્ટિવ અને તૈયાર રહેવું પડશે.રોજ  ન્યૂજ પેપર વાંચવું, સારા પુસ્તકો વાંચવા, મેગેજિનો વાંચવાં વગેરે ટેવો પાડવી પડશે.

જય ભારત, જય માતાજી
-મંત્રી, પ્રગતિ યુવક મંડળ કંસારાકુઇ

સંદેશ -પ્રમુખ,પ્રગતિ યુવક મંડળ

વ્હાલા મિત્રો અને આદરણીય વડીલો,

આજના આ ડિજિટલ યુગમાં આપણે બધા મોબાઇલ, કોમ્પુટર વગેરે નો ઉપયોગ કરતાં થયા છીએ.
સાથે સાથે સોશિયલ મીડિયા જેવા કે વ્હાટ્સ એપ, ફેસબુક, હાઈક, ટ્વીટર વગેરે નો ઉપયોગ પણ કરતાં થયા છીએ, આ બધા સોશિયલ મીડિયા નો જો ઉપયોગ સારી રીતે અને સમાજના યુવાનોને લાભ થાય એ રીતે કરવામાં આવે તો આપણા ગામ અને સમાજને આપણે ઘણો આગળ લાવી શકીએ છીએ. આપણા ગામના વિકાસ માટે યુવાનોનો ફાળો  અને યુવાનો આગળ વધે તે માટે જરૂરી ગાઈડન્સ મળી રહે એ માટે આપણે બધા ભેગા મળી કામ કરવું પડશે, અને તે માટે યુવાનો દ્વારા શરૂ કરેલો –અક્ષયજ્ઞાન પ્રોગ્રામ ઘણો જ ઉપયોગી થશે.યુવાનો એક નાના ગામ માટે શું કરી શકે છે એ આપણે આ સમાજ અને વડીલો ને બતાવવું છે. જેથી કરીને એમનો વિશ્વાસ આપણા પ્રત્યે બન્યો રહે.


જય ભારત, જય માતાજી
-પ્રમુખ, પ્રગતિ યુવક મંડળ કંસારાકુઇ